હાલોલ વરસડાના 22 વર્ષીય યુવાને સામાન્ય બાબતે મનમાં લાગી આવતાં ગળે ફાંસો ખાઈ જતા મોત

હાલોલ,હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા 22 વર્ષીય યુવાનને પત્ની સાથે જમવા બનાવવા માટે થયેલ સામાન્ય બોલાચાલીમાં મનમાં લાગી આવતા જુના ધરે લાકડાના સટા સાથે દોરી વડે ગળે ફાંસો ખાતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા રોનકભાઇ મનોજભાઈ પરમાર ઉ.વ.22ને તા.6 ડીસે.નારોજ પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થતાં મનમાં લાગી આવતા પોતાના જુના ધરે લાકડાના સટા ઉપર પ્લાસ્ટીક પટ્ટી વડે ફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દવા સારવાર દરમિયાન રોનક પરમારનું મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.