હાલોલ, હાલોલ તાલુકાના વાંકડીયા ગામે આરોપીના ધરે વેચાણ માટે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ બીયર કિંમત 37,350/-રૂપીયા રોકડા, ટુ વ્હીલર અને મોબાઈલ મળી 80,170/-રૂપીયાના મુદ્દામાલ એક ઈસમને ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના વાંંકડીયા ગામે રહેતા રાજુભાઈ ખાતુભાઈ પરમારે ઈંગ્લીશ દારૂ જથ્થો આરોપી પાસેથી મંંગાવીને યોગેશ રમેશભાઈ પરમારને વેચાણ માટે આવેલ હોય તેવી બાતમીના આધારે પાવાગઢ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બીયર ટીન નંગ-265 કિંંમત 37,350/-રૂપીયા આરોપી યોગેશભાઈ પરમારથી અંગઝડતીમાંં રોકડ 7,820/-રૂપીયા, ટુ વ્હીલર અને મોબાઇલ ફોન મળી કિંમત 80,170/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.