હાલોલ, ગોધરા વિભાગમાં આવેલ હાલોલ એસ.ટી.ડેપોની વડોદરા-હાલોલ વચ્ચે ચાલતી લોકલ બસો વચ્ચે આવતા બાયપાસ કરી દેવામાં આવતા બાસ્કા ગામના ગ્રામજનો દ્વારા હાલોલ એસ.ટી.ડેપો ખાતે આવેદન આપીને રજુઆત કરાઈ.
પંચમહાલ ગોધરા ડિવીઝનમાં આવેલ હાલોલ-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ બાસ્કા સહિતના ગામડાઓને બાયપાસ કરીને હાલોલ-વડોદરા વચ્ચેની એસ.ટી.બસો બાસ્કા ગામમાં પહેલા આવતી હતી. તે બંધ કરીને હાઈવે રોડ સ્પરથી બાયપાસ નિકળી જતી હોય જેને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાનગી વાહનો દ્વારા હાલોલ સુધી આવવું પડતું હોય અને હાલોલ થી આગળની મુસાફરી માટે એસ.ટી.બસ મળે છે. બાસ્કા ગામના મુસાફરોને બસો માંથી હાઈવે રોડ ઉપર ઉતારી દેવામાં આવતા હોય છે. ડેપો માંંથી ડ્રાઈવર અને કંડકટર દ્વારા ગામડામાં બસ જશે નહિ કોઈ બેસતા નહિ તેવું જણાવવામાં આવતું હોય છે. બાસ્કા ગામમાં બસ આવે તે માટે હાલોલ ડેપોમાં અવારનવાર રજુઆત કરવા છતાં નકકર કાર્યવાહી કરવામાં આવી ન હોય જેને લઈ આજરોજ હાલોલ બાસ્કા ગામના ગ્રામજનો દ્વારા હાલોલ ડેપો ખાતે આવેદન આપીને હાલોલ-વડોદરા વચ્ચે દોડતી લોકલ ગામમાં આવે તેવી કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે.