હાલોલ-વડોદરા રોડ ઉપર રીક્ષાનું વ્હીલ નિકળી જતાં રીક્ષા પલ્ટી જવાથી એક વ્યકિતનું મોત

હાલોલ,

હાલોલ-વડોદરા હાઇવે ઉપર આવેલા આસોજ ગામ પાસે રિક્ષાનું આગળનું વ્હિલ નીકળી ગયુંને પલટી ખાઈ ગઈ. રિક્ષામાં સવાર એકનું મોત નીપજ્યું હતું. જોકે, અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનો પરિવાર સાવલી તાલુકાના આદલવાડા ગામે જ્યાં દીકરીના લગ્ન નક્કી કર્યા છે. ત્યાં આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તમામને હાલોલની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આજે દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાના મોતના સમાચાર આવ્યા. અકસ્માતને પગલે સિંહાપુરા ગામમાં લગ્નની ખુશી માતમમાં છવાઈ ગઈ હતી. જોકે, શરણાઈના શૂર અને લગ્નના ઢોલ વચ્ચે પરિવારમાં માતમ છવાયો હતો.

પિતા દીકરીનું ક્ધયાદાન પણ ના કરી શક્યા હાલોલ નજીક આસોજ ગામે આજે બપોરે રિક્ષાનું પૈડું નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનો પરિવાર હતો અને તેઓ સાવલી તાલુકાના આદલવાડા ખાતે લગ્નમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા સિંહાપુરા ગામના રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે જ દીકરા અને દીકરીના લગ્ન હતા. બે દિવસથી ઘરે મંડપ પણ સજાયેલો હતો. જ્યાં લગ્નના ઢોલ વાગી રહ્યાં હતા. ત્યાં આ અકસ્માતના પગલે પરિવારના મોભીનું મૃત્યુ થતા માતમ છવાઈ ગયો હતો.

પરિવાર વેવાઈના ઘરે હાજરી આપવા ગયો હતો આસોજ પાસે થયેલા અકસ્માતમાં સિંહાપુરા ગામના રાજુભાઈ તેમની પત્ની, દીકરી અને પોતાના ભાઈના પરિવાર સાથે જ્યાં દીકરીના લગ્ન નક્કી કર્યા છે. ત્યાં આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. પરિવારમાં ખુશી હતી. બે દિવસથી ઘરે મંડપ સજાયેલો હતો અને આવતી કાલે સોમવારે 6 ફેબ્રુઆરી 2023એ રાજુભાઈની દીકરીના લગ્ન હતા.

સિંહાપુરામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ સાવલી તાલુકાના આદલપુર ગામેથી જાન આવવાની હતી. ભાલીયા પરિવાર આજે દીકરીની સાસરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. દીકરીના લગ્નના આગલા દિવસે અને દીકરાના લગ્નના બે દિવસ અગાઉ જ પિતાનું અકસ્માતમાં મોત નિપજતા સિંહાપુરા ગામમાં ખુશી માતમમાં ફેરવાઈ છે.

બોકસ: દીકરાનો વરઘોડો નીકળે એ પહેલાં જ પિતાની અંતિમયાત્રા નિકળી….
રાજુભાઈએ દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા. આજે સાંજે જ દીકરાના લગ્નનો વરઘોડો પણ નીકળવાનો હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું.

બોકસ: ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો…..
અકસ્માતમાં પરિવારના મોભીનો જીવ જતા લગ્નની ખુશીઓ માતમમાં છવાઈ ગઈ છે. અકસ્માત હાલોલ નજીક થતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવતા ત્યાં પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.