હાલોલ-વડોદરા રોડ નર્મદા કેનાલ પાસે ટ્રકમાં ભીષણ આગ સદ્દનસીબે જાનહાની ટળી

હાલોલ,આજે બપોર ના સમયે આગ લાગી હતી. જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટ્રકનાં આગળનો ભાગ બળી ગયો હતો. આગ લાગતાં અફડા તફડી જેવો માહોલ થઈ ગયો હતો. કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને ટ્રકનો આગળનો સંપૂર્ણ ભાગ બળી ગયો હતો. હાલોલ ફાયર બ્રિગેડને જાણ થતાં તરત જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ટ્રક મુંબઈ થી ગોધરા તરફ જઈ રહી હતી અને ટ્રકમાં અનાજ ગુણો હતી. નસીબ જોગે ટ્રકના ચાલક અને ક્લીનરનો અદ્દભુત બચાવ થયો હતો.