હાલોલ વડાતળાવ બીટના બીટગાર્ડને આરોપીએ લાકડા પકડાવનાર બાતમીદારનું નામ આપવા ધાકધમકી આપતાં ફરિયાદ

હાલોલ, હાલોલ વડાતળાવ બીટમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તેમને આરોપીએ અમારી મેડી મદાર ગ્રામ પંચાયતની જમીન માંથી કાપેલ લાકડા પકડાવનાર બાતમીદારનું નામ આપો નહિ તો મેડી મદાર ગામે આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરના વડાતળાવ બીટમાં ફરિયાદી બીટ ગાર્ડ તરીકે ફજબ બજાવતા હોય તેમને આરોપી નરવતભાઇ મનહરભાઇ પરમાર જોઈને અમારા મેડીમદાર ગ્રામ પંચાયતની જમીનમાં કાપેલ લાકડા પકડાવનાર બાતમીદારનુંં નામ આપો તેમ કહીને ગાળો આપી હતી. ફરજ દરમિયાન મેડીમદાર ગામે આવશો તો જાનથી માર નાખવાની ધમકી આપી રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી ગુનો હાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.