હાલોલ, હાલોલના ચંદ્રપુરા ગામે આવેલ ટોટો કંપનીના કાયમી કર્મચારીઓને યુનિયન બનાવતા આજરોજ કંપનીના કર્મચારીઓને નોકરી પર હાજર ન થવા દેતાં કંપનીના મુખ્ય ગેટ બહાર હોબાળો કરતાં ધટના સ્થળે પોલીસ દોડી આવી મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
હાલોલના ચંદ્રપુરા ગામે આવેલ ટોટો કંપની જે કંપનીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સેનેટરીવેર બનાવતી હોય આ કંપનીમાં 500 કરતાં વધુ કર્મચારીઓ કાયમી નોકરી કરતા હોય કંપનીના કાયમી કર્મચારીઓ દ્વારા યુનિયન બનાવવામાં આવ્યું હોય જેને લઈ આજરોજ કં5નીના કાયમી નોકરી કરતાં કર્મચારીઓને નોકરી પર હાજર થવા દેવામાં આવ્યા ન હતા અને કં5નીના મુખ્ય ગેટથી કર્મચારીઓને અંદર પ્રવેશ કરવા નહિ દેતાં કર્મચારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ટોટો કંપનીમાં કર્મચારીઓ દ્વારા હોબાળો કર્યાની ધટનાની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ દોડી આવી હતી અને કર્મચારીઓને સમજાવીને મામલો ઠાળે પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.