
ગોધરા,ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, નંબર વગરની શંકાસ્પદ બાઈક લઈને ઈસમ હાલોલ ટીંબી ચોકડીથી પસાર થનાર છે. તેવી બાતમીના આધારે ઈસમને ઝડપી પુછપરછ દરમિયાન બાઈક ચોરીની હોવાની તેમજ અન્ય બીજી એક બાઈકની ચોરીની કબુલાત કરી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, કાળા કલરની સ્પ્લેન્ડર નંબર વગરની શંંકાસ્પદ બાઈક લઈને એક ઈસમ હાલોલ ટીંબી ચોકડી થી પસાર થનાર છે. તેવી બાતમીના આધારે પોલીસે ટીંબી ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી નંબર વગરની બાઈક સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પોકેટ કોપ મોબાઈલમાં એન્જી અને ચેસીસ નંબર નાખી સર્ચ કરતા માલિક તરીકે વાધોડીયાની હોય પોલીસે માલિકનો સંપર્ક કરતાં બાઈક ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. ચોરીની બાઈક સાથે ઝડપાયેલ રાહુલભાઈ જગદીશભાઈ નાયક (રહે. પાંચ ખોબલા, તા.હાલોલ)ની પુછપરછ કરતાં બીજી બાઈક ચોરીની કબુલાત કરતા પોલીસે કુલ બે ચોરીની બાઈકો રીકવર કરવામાં આવી હતી. આંમ, એલ.સી.બી.પોલીસે બે બાઈક ચોરીના ભેદ ઉકેલ્યા હતા.