હાલોલ ઢીંકવા સહકારી મંડળીની ઉચાપત કેસમાં આરોપીને 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ

હાલોલ,હાલોલ ઢીંકવા ગામની ખેતી વિષયત સહકારી મંડળીમાંથી 23 વર્ષ અગાઉ નાણાંકિય ઉચાપત કરનાર આરોપીને કોર્ટ દ્વારા 2 વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.09/12/2000 પહેલા કોઈપણ વખતે હાલોલ તાલુકાના ઢીંકવા ગામે ઢીંકવા શાખામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા ગુણવંતભાઈ શનાભાઈ સોલંકી(રહે.ખેરપના)એ ધી વાંકડ9ઠીયા કથોલા ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.માંથી 88 થેલી યુરિયા જેની કિ.રૂ.21,516/-તેમજ 45 થેલી ડીએપી જેની કિ.રૂ.20,025/-મળી કુલ રૂ.41,541/-રકમની ઉચાપત કરી તે નાણાં અંગત કામમાં વાપરી નાંખ્યા હતા જે તે સમયે નાણાંકિય ઉચાત બાબતેની ફરિયાદ ધી વાંકડીયા કથોલા મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.ના સેક્રેટરી ગોૈતમ કુમાર નટવરલાલ ત્રિવેદીએ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 408 મુજબ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરતા ફરિયાદ હેઠળ પોલીસ તપાસ હુકમ કરતા પોલીસ દ્વારા એમ.કેસ.નંબર 10/2001થી ગુનો નોંધવામાં આવી સંપુર્ણ કેસની તપાસ હાથ ધરી ફરિયાદીની ફરિયાદ તથા સાહેદોના નિવેદન લઈ નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ત્યારબાદ ફરિયાદીની જુબાની, સાહેદોની જુબાની તથા રજુ થયેલ દસ્તાવેજી પુરાવાના આધારે તેમજ સરકાર પક્ષના વકીલ શ્ર્વાહારભાઈ ડી.ભટ્ટની ધારદાર દલીલો બાદ એડિ.ચીફ.જયુડિ.મેજી.સી.જે.પટેલે રજુ થયેલ પુરાવાઓનુ મુલ્યાંકન કરી આરોપી ગુણવંતભાઈ શનાભાઈ સોલંકીને ગુનામાં તકસીરવાન ઠેરવી બે વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10,000 ના દંડનો હુકમ કર્યો હતો.