હાલોલ ઢાબા ડુંગરી ધોધંંબા હાલોલ રોડ ઉપર બુલેટ ચાલકે રાહદારી મહિલાને અડફેટમાં લઈ મોત નિપજાવતાં ફરિયાદ

હાલોલ,હાલોલ તાલુકાના ઢાબા ડુંંગરી ધોધંબા-હાલોલ રોડ ઉપર બુલેટ ચાલેક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રસ્તો ક્રોસ કરતાં 57 વર્ષીય મહિલાને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ઢાબા ડુંગરી ધોધંબા-હાલોલ રોડ ઉપરથી પસાર થતાં બુલેટ નં. જીજે.06.એચકયુ.7890ના ચાલકે પોતાનું વાહન પુરઝડડપે હંકારી લાવી રસ્તો ક્રોસ કરીને ચાલતા જતાં ભીખીબેન પ્રતાપભાઇ રાઠવા ઉ.વ.57ને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.