હાલોલ તાલુકાના સોનીપુર ગામની 20 વર્ષીય યુવતિએ ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

હાલોલ,

હાલોલ તાલુકાના સોનીપુર ગામ રહેતી 20 વર્ષીય યુવતિ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાંં સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.માંં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજાતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાનાા સોનીપુર ગામે રહેતી હસુમતીબેન મનહરભાઈ ચૌહાણ ઉ.વ.20 એ 14 ડિસેમ્બરના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાંં આવ્યા હતા. જ્યાંંથી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ખેડવામાંં આવતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી.