હાલોલ તાલુકાની સરકારી શાળાના બે શિક્ષકો ખાનગી શાળાનું મેનેજમેન્ટ કરતાં હોવાના અહેવાલના પડધા પડતાં બન્ને શિક્ષકો/ એજન્ટ શિક્ષક મારફતે વહિવટ ચાલું રાખ્યો

હાલોલ,

સરકારી પ્રાથમિક શાળા અભેટવાનાં પ્રાથમિક શિક્ષક ગુણવંત પટેલ તથા વિઠલપરા પ્રાથમિક શાળાના શિક્ષક વીરેન જોશીએ છેલ્લા છ મહિનાથી પોતાની સરકારી શાળાની નોકરી લાખો રૂપિયાનો પગાર લઇ કરતા ન હોય અને હાલોલની ખાનગી શાળા સરસ્વતી વિદ્યામંદિરનાં મેનેજમેન્ટની કામગીરી પોતાની પત્નીઓના નામે 50 ટકાના કરાર કરીને કરી રહેલ છે. જેની પંચમહાલ સમાચારે ઝુંબેશરૂપે સીલસીલાબંધ વિગતો પ્રકાશિત કરતાં રાજ્ય શિક્ષણ વિભાગની સુચનાથી જીલ્લા શિક્ષણાધિકારી હરકતમાં આવતા તાત્કાલિક તપાસ કરવાની કાર્યવાહી કરેલ તથા પ્રાથમિક શિક્ષકોના અને ટ્રસ્ટીઓનાં જવાબો લેવામાં આવેલ,પરંતુ અમોને આધારભૂત રીતે જાણવા મળેલ છે કે આ પ્રાથમિક શિક્ષકો (1) ગુણવંત પટેલ (2) વીરેન જોશી લુણાવાડાનાં શિક્ષણ સંઘનાં તથા રાજકીય વગ ધરાવતા હોઈ તથા હાલોલ વિધાનસભાની ચુંટણીની ડયુટીમાં હોવા છતાં પણ રાજકીય વગના જોરે હાલમાં પણ આ સરસ્વતી વિદ્યામંદિર ખાનગી શાળામાં મેનેજમેન્ટની કામગીરી વિનોદરાવ જેવા કડક શિક્ષણ સચિવનો, ડીઈઓ પંચમહાલનો પણ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના બિન્દાસ્ત પણે હાલમાં પણ આ શાળામાં પોતાના એજન્ટ શિક્ષક જીગ્નેશ પટેલ કે જે બીએડ ની લાયકાત પણ ધરાવતા નથી તેને ગુજરાતી માધ્યમનો પ્રિન્સીપાલ બનાવેલ છે તેનાં દ્વારા હાલમાં પણ ખાનગી સ્કુલના રેકર્ડ, જી.આર.,પગાર, રોજે રોજના પીરીયડ ટાઇમ ટેબલ તથા એકે એક બાબતોનું રેકર્ડ સ્કુલની બહાર વીરેન જોશીના ઘરે લઇ જઈને ઘરેથી તેમના એજન્ટ શિક્ષક જીગ્નેશ પટેલ દ્વારા સ્કુલ મેનેજમેન્ટની ગેરકાયદેસર કામગીરી હાલમાં પણ વીના રોક ટોક ટ્રસ્ટીઓનાં સાથ સહકાર, મેળાપીપણા થી ખાનગી સ્કુલ મેનેજમેન્ટની કામગીરી (1) ગુણવંત પટેલ, પ્રાથમિક શિક્ષક-અભેટવા (2) વીરેન જોશી, પ્રાથમિક શિક્ષક-વિઠલપરા કરી રહેલ છે જો જીગ્નેશ પટેલ એજન્ટ શિક્ષકનાં મોબાઈલ કોલ ડીટેલ ચેક કરવામાં આવશે તો પણ સાચી વાત બહાર આવશે આથી તાલુકા જીલ્લામાં શિક્ષણનું સ્તર કેટલું ખડે ગયેલ છે તેનો જીવતો જાગતો પુરાવો છે તથા આ ટ્રસ્ટીઓએ પણ આ રાજકીય વગ ધરાવતા સરકારી પ્રાથમિક શિક્ષકોને બચાવવાના નિવેદન આપેલ છે અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પણ તપાસનું નાટક કરીને આ દોષિત પ્રાથમિક શિક્ષકોને બચાવીને આ આખા પ્રકરણનું ભીનું સંકેલવાની કાર્યવાહી કરેલ હોઈ અને તેને કારણેજ આ બે સરકારી પ્રાથમિક શિક્ષકો (1) ગુણવંત પટેલ, પ્રાથમિક શિક્ષક-અભેટવા (2) વીરેન જોશી, પ્રાથમિક શિક્ષક-વિઠલપરા હાલમાં પણ આ ખાનગી સરસ્વતી વિદ્યામંદિર શાળાના મેનેજમેન્ટની કામગીરીઓ કરી રહેલ છે. જે ખુબજ ગંભીર તથા ગરીબ પ્રાથમિક શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન બાબત છે.