હાલોલ તાલુકાના સીંગપુર ગામે પાવાગઢ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર લઈ જવાતો ઈંગ્લીશ દારૂ અને બિયાર મળી 25,630/-રૂપિયા, તથા બાઈક મળી કુલ રૂ.55,630/-નો મુદ્દામાલ ઝડપ્યો હતો. જયારે આરોપી અંધારાનો લાભ લઈ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના સીંગપુર ગામ તરફ પાવાગઢ પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હોય દરમિયાન શંકાસ્પદ બાઈકને રોકવા જતાં બાઈક ચાલક બાઈક સ્થળ પર મુકી અંધારાનો લાભ લઈ નાસી છુટ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા બાઈક ઉપર લઈ જવાતો ઈંગ્લીશ દારૂના કવાટરીયા છુટા નંગ-202, તથા બિયર ટીન મળી કુલ રૂ.25,630/-દારૂ તેમજ બાઈક મળી કુલ રૂ.55,630/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.