હાલોલ તાલુકાના સાથરોટા ગામેથી 2.11 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

હાલોલ, હાલોલ તાલુકાના સાથરોટા ગામે હિરાપુર ફળિયામાં ઈંગ્લીશ દારૂ રાખીને વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી કિ.રૂ.2,11,513/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના સાથરોટા ગામે હિરાપુર ફળિયામાં રહેતા રાકેશ ગણપતભાઈ ગોહિલ તથા રમણભાઈ છગનભાઈ ગોહિલ બંને ઈંગ્લીશ દારૂનો જથ્થો ધરમાં રાખીને ધંધો કરતા હોય તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન બિયર ટીન, ઈંગ્લીશ બોટલ, કવાટરીયા મળી કુલ 1785 નંગ કિ.રૂ.2,11,513/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન બંને આરોપીઓ મળી આવ્યા ન હતા. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.