હાલોલ તાલુકાના રામેશરા પેટ્રોલ પંપ સામે બે બાઈકો વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું મોત

હાલોલ,

હાલોલના રામેશરા પેટ્રોલ પંપ પાસે બે બાઈકો વચ્ચે થયેલ અકસ્માત સર્જાતા બાઈક પાછળ બેઠેલ વ્યકિતને ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્યાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રામેશરા પેટ્રોલ પંપની સામે રોડ ઉપર પસાર થતી હોન્ડા ડીઓ નંબર જીજે.17.સીસી.7101ને યામાહા બાઈક નંબર. જીજે.17.બીઆર.3108ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ચાલક અક્ષયને હાથના ભાગે તેમજ પાછળ બેઠેલ પ્રકાશભાઈ રામસીંગભાઈ ચૌહાણ (રહે. બળીયાદેવ)ને મોઢાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમ્યાન મોત નિપજાવા પામ્યું. આ બાબે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.