હાલોલ તાલુકાના નવી ભાટ ગામે બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરતાં 57 વર્ષીય વ્યકિતને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત

હાલોલ તાલુકાના નવીભાટ ગામે રામદાસ ઢાબા સામે બાઈક ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ચાલતા રોડક્રોસ કરતાંં 57 વર્ષીય વ્યકિતને માથામાં તેમજ શરીરે ઈજાઓ પહોંચતા મોત નિપજાવા પામ્યું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવા પામ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના નવીભાટ ગામે રામદાસ ઢાબા સામેથી બાઇક પલ્સર નંંબર જીજે.17.સીએફ.8669ના ચાલક પુરઝડપે હંકારી લાવતો હોય ત્યારે ચાલતા રોડક્રોસ કરતાં રમેશચંંદ્ર મણીલાલ પંડયા ઉ.વ.57 (રહે. સી-202 સંકૃતિ ફલેટ, ગેંદા સર્કલ, હરણી, વડોદરા)ને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. રમેશચંદ્ર પંડયાને માથામાંં તેમજ હાથ અને પગ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને લઈ નાક તથા મોઢા માંથી ગંભીર ઈજાઓને લઈ લોહી નિકળતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે બાઈક ચાલક વિરૂદ્ધ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.