- સામે પક્ષે પણ સરપંચ અને અન્ય ઈસમો દ્વારા મારામારી કર્યાની સામ સામે ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાઈ.
હાલોલ, હાલોલ તાલુકાના મદાર ગામના સરપંચના ધર જઈ ગામના કેટલાક માથાભારે ઈસમો દ્વારા મારામારી કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવવા પામી છે. જયારે સામે પક્ષે સરપંચના ધરે જઈ હુમલો કરનાર ત્રણ વ્યકિતઓ દ્વારા પોલીસ મથકે સરપંચ સહિત ત્રણ વ્યકિત સામે ક્રોસ ફરિયાદ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકા ગ્રામ પંચાયતના સરપંચ નરવતભાઈ પરમારે ફરિયાદ મુજબ મારા છોકરાને પાણીનુ ટેન્કર લેવા માટે મોકલ્યો હતો ત્યારે પંચાયતનુ ટેન્કર આવ્યુ ન હતુ જેને લઈ આ ઈસમોને ઠપકો આપ્યો હતો જેની અદાવત રાખીને આ ઈસમો રાત્રિના સમયે હથિયારો લઈને મારા ધરે આવ્યા હતા અને મારામારી કરી હતી. જેમાં સરપંચ નરવતભાઈને માથામાં લાકડી વાગી જેને લઈ સારવાર માટે લઈ ગયેલ હોય જેને લઈ આજરોજ હાલોલ રૂરલ પોલીસ મથકે મિતેશ પરમાર સહિતના અન્ય લોકો દ્વારા મારા ધરે આવીને મારામારી કરી હોય અને આ ધટના ધરમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયેલ હોય જેમમાં કેટલાક ઈસમોનુ ટોળુ બાઈકો લઈ લાકડીઓ દંડા લઈ છુટા હાથે મારામારી કરતા હોવાના દ્રશ્યો કેદ હોય જેના આધારે ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
જયારે સામા પક્ષે મિતેશ પરમાર દ્વારા સરપંચ સહિત ત્રણ વ્યકિતઓ દ્વારા ફરિયાદ આપતા જણાવ્યુ હતુ કે,તે અને તેનો મિત્ર ગ્રામ પંચાયત પાછળ થઈને એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે સરપંચ નરવતભાઈ પરમાર અને સુભાષ પરમાર, હર્ષદ જાડીયો, ગોૈતમ પરમારે તેને રોકીને છોલ છપાટ કરી હતી જેને લઈ ધરે જઈ વાત કરેલ હતી. જેથી તેના પિતા અને ભાઈ સરપંચના ધરે ફરિયાદ કરવા ગયા હતા ત્યારે સરપંચ અને અન્ય ઈસમો દ્વારા હુમલો કરાયો હતો. તેવી ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.