હાલોલ તાલુકાના કાંકરા ડુંગરની પરણિતાએ ભરણપોષણ સમયસર નહિ ચુકવતા જીવન નિર્વાહમાં પડતી મુશ્કેલીને લઈ ઈચ્છા મૃત્યુની પરવાનગી

હાલોલ,\ હાલોલ તાલુકાના કાંકરા ડુંગરી ગામની પરણિતાને ધરેલું હિંસાના કેસમાં સાત વર્ષ પહેલા કરેલ કેસના ચુકાદા તરીકે હાલોલ કોર્ટમાં ચાલતા 7,000/-ભરણપોષણ ચુકવવાનો હુકમ કરેલ પરંતુ સમયસર ભરણપોષણ નહિ આપતાં આર્થિક સ્થિતી ખરાબ થઈ છે. વારંવાર સમાધાન કરવા છતાં નહિ સુધરતા અને વારંવાર મારી નાખવાની ધમકી આપતાં કંટાળીને ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે પાવાગઢ પોલીસ સ્ટેશનને લેખિતમાં માંગ કરી.

હાલોલ તાલુકાના કાંકરા ડુંગરી ગામની પરણિતા મીનાક્ષીબેન છત્રસિંહ નાયકના લગ્ન 2010 જગદીશભાઈ રામસિંહ નાયક સાથે થયેલ લગ્ન જીવનમાં ત્રણ દિકરીઓ છે. સાસરી પક્ષે દિકરાની લાહ્યમાં મેણાટોણાં મારતા હોય જેથી પતિ સામે ધરેલું હિંસાનો કેસ સાત વર્ષ પહેલા કરેલ દોઢેક વર્ષ પહેલા નામદાર હાલોલ કોર્ટ તરફથી મને અને દિકરીઓને મહિને 7,000/-રૂપીયા ભરણપોષણ ચુકવવાનો પતિને હુકમ કરેલ પરંતુ સમયસર ભરણપોષણ ચુકવતા નથી. જેને લઈ આર્થિક સ્થિતી કથડી છે. પતિ તરફથી છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલુ છે અને સમાધાન કરી કેસ પાછો ખેંચી લેવાની શરત સાસરીમાં રહેવા ગયેલા હતા. પતિ ફોરેસ્ટમાં નોકરી કરે છે અને પરંતુ મારમારી છુટાછેડા આપવા માટે દબાણ કરતા વારંવાર સમાધાન કરવા છતાં નહિ સુધરતા મીનાક્ષીબેન પિયરમાં રહે છે. દોઢ વર્ષથી સતત ટોર્ચર કરી ધમકી આપતા હોય પતિએ બીજી સ્ત્રી રાખીને પત્ની તરીકે ધરમાં રાખેલ છે અને તેને પણ છ થી સાત મો મહિનો ચાલે છે. કોર્ટના હુકમનું અનાદર છે. જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે. અવારનવાર ધમકીથી કંટાળીને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માટે પાવાગઢ પોલીસ મથકે લેખિત રજુઆત કરાઈ છે.