
પંચમહાલ જીલ્લા મધ્યાહન ભોજન નાયક કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાલોલ તાલુકાની 4 પ્રાથમિક શાળાઓની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક પ્રાથમિક શાળામાં બાળકોને નિયત કરેલ મેનુ મુજબ ભોજન નહિ આપી તેમજ શાળાના બાળકોને બપોરના નાસ્તાથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું સામે આવી હતી. જેને લઈ મધ્યાહન ભોજન ના.કલેકટર દ્વારા શાળાના આચાર્યની જવાબદારી નકકી કરી કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યો. જ્યારે મધ્યાહન ભોજન સંચાલકની બેદરકારી માટે છુટા કરવાનો આદેશ કરવામાંં આવ્યો.
હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનમાંં ગેરરીતિઓ ચાલતી હોય તેવું ધનસર વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન વિદ્યાર્થીઓ પાસે બનાવવામાં આવતું અને કુકર ફાટતા ચાર વિદ્યાર્થીનીઓ દાઝી જવાની ધટના બની હતી. આ ધટનાને ધ્યાનમાં લઈ આજરોજ પંંચમહાલ જીલ્લા મધ્યાહન ભોજન-નાયક કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હાલોલ તાલુકાની રાણીપુરા, નુરપુરા, છતરડી વાવ અને ગોપીપુરા નાયક ફળીયા વર્ગ પ્રા.શાળામાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતુંં. તપાસ દરમિયાન ગોપીપુરા નાયક ફળીયા વર્ગ પ્રા.શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવ્યું ન હતું અને બપોરનો નાસ્તો પણ બાળકોને આપવામાં આવ્યો ન હતો. મધ્યાહન ભોજનમાં મેનુ મુજબ વિદ્યાર્થીઓને રસોઈ તૈયાર થાય છે કેમ તે શિક્ષણ વિભાગના પરીપત્ર મુજબ શાળાના આચાર્યની જવાબદારી નકકી કરી શાળાના આચાર્ય સામે કાયદેસર કાર્યવાહી કરવાનો આદશે કરવામાં આવ્યો છે. જ્યારે ગોપીપુરા નાયક ફળીયા વર્ગ શાળાના મધ્યાહન ભોજન સંચાલકની ગંભીર પ્રકારની ગેરરીતિ દાખવતા હોય જેને લઈ સંચાલક ચંદ્રિકાબેન નાયકને તાત્કાલીક અસર છુટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઈ અન્ય ગેરરીતિ આચરતા મધ્યાહન ભોજન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

