હાલોલ તાલુકાના દુણીયા સ્મશાન માંથી આધેડ વ્યકિતનો હત્યા કરેલ મૃતદેહ મળ્યો

હાલોલ તાલુકાના દુણીયા ગામે આવેલ સ્મશાન માંથી કોઇ અજાણ્યા પુરૂષની ધારદાર હથિયાર વડે ગળુંં કાપી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના દુણીયા ગામે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સ્મશાનમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડયો હોય તેવી માહિતી મળતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. સ્મશાન પડેલ મૃતદેહની તપાસ કરતાં કોઇ અજાણ્યા પુરૂષની ધારદાર હથિયારથી ગળું રહેંસી હત્યા કરાયેલ હતી. દુણીયા ગામે દિનદહાડે હત્યા કરી સ્મશાનમાં ફેંંકી દેવામાં આવેલ મૃતદેહને લઈ લોકોમાંં ભય ફેલાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ.અર્થે મોકલી આપવામાંં આવ્યો હતો. યુવાનના કોણ છે અને હત્યા કોના દ્વારા કયા કારણોથી કરાઇ તે દિશામાંં તપાસ હાથ ધરી છે.