- વીજ થાંભલા ઉપર લીલી વનસ્પતિના વેલાઓથી કરંટ લાગવાની ધટના વધી રહી છે
- વીજ કંપની આવા અકસ્માતો રોકવા કામગીરી કરે તે જરૂરી
હાલોલ તાલુકાના ધનસર વાવ ગામે મહિલા ભેંસો ચરાવવા માટે નીકળેલ હતી ત્યારે રોડ સાઈડે આવેલ વીજ થાંભલાના તાણીયાથી વીજ કરંટ લાગતા મહિલાનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ ઉપર વનસ્પતિઓનો વેલો ચઢી ગયેલ હોય અને વીજ કં5ની દ્વારા આવા વેલાઓ દુર કરવામાં બેદરકારીને લઈ ચોમાસાની સીઝનમાં કરંટ લાગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના ધનસરવાવ ગામે રહેતી પ્રેમીલાબેન ભુપતસિંહ પરમાર પોતાના ધરેથી ભેંસોને ચરાવવા માટે નીકળેલ હતા અને ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ સાઈડમાં આવેલ વીજ પોલ તરફ જતી ભેંસને રોડ ઉપર લાવવા માટે પ્રેમીલાબેન વીજ પોલ નજીક ગયા હતા. વીજ પોલનો તાણીયો પ્રેમીલાબેનને શરીરે ધસાઈ જતાં કરંટ લાગતા નજીકના ધરવાળાઓ લાકડાની મદદથી મહિલાને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા. ત્યાં સુધી પ્રેમીલાબેન બેભાન થઈ જતાં 108 મારફતે દવાખાનામાં પહોંચે તે પહેલા મહિલાનુ મોત નીપજયું હતુ. પરિવારને જાણ કરાતા પરિવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા. ધટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યો હતો.