હાલોલ તાલુકાના ધનસરવાવ ગામે પ્રાથમિક શાળામાં 26 જુનના રોજ શાળામાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીનીઓને મધ્યાહન ભોજન બનાવવા કામે લગાવી હતી. તે સમયે કુકર ફાટતા વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ હતી. આ ધટનામાં રાજ્ય શિક્ષણ મંંત્રી અને પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના હુકમ કરાયો હતો. તપાસના અહેવાલ મધ્યાહન ભોજન ના.કલેકટરને સોંપવામાં આવતાં પ્રાથમિક રીતે ધનસરવાવ પ્રા.શાળાના મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા, મદદનિશ રસોઇયાને છુટા કરવામાં આવ્યા.
હાલોલ તાલુકાના ધનસરવાવ ગામે 26 જુનના રોજ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન બનાવવાની કામગીરી માટે વિદ્યાર્થીઓના વરા બાંધ્યા હતા. તે મુજબ 26 જુનના રોજ 4 બાળકીઓ શાળાના મધ્યાહન ભોજન રૂમમાં જમવાનુંં બનાવી રહી તે સમયે કુકર ફાટતા 4 વિદ્યાર્થીનીઓ દાઝી જતા બાળકીઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ધનસરવાવ ગામે મધ્યાહન ભોજન માટે વિદ્યાર્થીઓ કામગીરી સોંપવામાં આવીહ તી. આ ધટનાના અહેવાલ બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને પંંચમહાલ જીલ્લ વહિવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
ધનસરવાવ પ્રા.શાળાની ધટનાની તપાસ જીલ્લા પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીનીઓ પાસે મધ્યાહન ભોજન બનાવડાવતી વખતે બનેલ ધટનામાં શાળાના આચાર્ય, મધ્યાહન ભોજન સંચાલકો અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને ધનસરવાવ પ્રા.શાળાની ધટનાનો અહેવાલ તૈયાર કરી જીલ્લા ના.કલેકટર મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા અને મદદનિશ રસોઈયાની ભુલ જણાઈ આવતાંં સંચાલક, રસોઈયા, મદદનિશ રસોઈયાને તાત્કાલીક અસરથી છુટા કરવાનો હુકમ કરવામાં આવતાં હાલોલ મામલતદાર દ્વારા ફરજ પરથી છુટા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.