હાલોલ તાલુકાના આનંદપુરા પાસે સ્વીફટ કારમાંં દારૂ બોટલો અને બીયર સાથે વડોદરાના ચાર યુવાનોને ઝડપ્યા

હાલોલ,હાલોલ તાલુકાના આનંદપુરા ગામ પાસે પોલીસના વાહન ચેકીંગ દરમિયાન સ્વીફટ કારને રોકી હતી અને કારનુંં ચેકીંગ કરવામાં આવતાં બીયર અને દારૂની બોટલ સાથે ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના આનંદપુરા ગામ પાસે પોલીસ દ્વારા પસાર થતા વાહનોનું ચેકીંંગ કરતા હોય દરમિયાન સ્વીફટ કાર નંં.જીજે.06.પીએચ.2723ને રોકી હતી અને કારમાં ચેકીંગ કરતાં બીયર ટીન-2 અને દારૂની બોટલ મળી 400/-રૂપીયા દારૂ સાથે હરીશ વિનોદભાઇ રોહિત (અમરદિપ ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા), દિલીપ રમેશભાઇ પંજાબી (લકુલીશનગર, આજવારોડ, વડોદરા), રાજેન્દ્ર રણછોડભાઇ પરમાર (રહે. રામદેવનગર-2, આજવારોડ, વડોદરા), સચીન ડાહ્યાભાઇ પરમાર (રામદેવનગર, આજવા રોડ, વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.

Don`t copy text!