હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે હાલોલ તાલુકાના સોનાવિટી ગામેથી રૂ.43,900/-નો વિદેશી દારૂ ઝડપી પાડી એક ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હાલોલ તાલુકાના સોનાવિટી ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર સતીષ ઉર્ફે સતીયો અભેસિંગ પરમાર તેના ધર નજીક રોડની સાઈડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોડના પોલીસ સ્ટાફ સોનાવિટી ગામે જઈ છાપો મારતા રોડની બાજુમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કવાટરીયા તેમજ બિયર ટીન નંગ-433 બોટલ જેની કિ.રૂ.43,900/-નો જથ્થો મળી આવ્યો હતો. રેઈડ દરમિયાન સતીષ પરમાર હાજર નહિ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપી સતીષ ઉર્ફે સતીયો અભેસિંગ પરમાર વિરુદ્ધ પ્રોહિ એકટ અન્વયે ગુનો નોંધી તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.