હાલોલ તાલુકાના સટ્ટાક આંબલી ગામે 27 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

હાલોલ, હાલોલ તાલુકાના સટ્ટાક આંબલી ગામે રહેતા 27 વર્ષીય યુવાને કોઇ અગમ્યકારણોસર ભાડાના મકાનમાં રસોડાની છત ઉપર પંખાના હુક ઉપર દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ મરણ જતાં ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના સટ્ટાક આંબલી ગામે રહેતા જયરાજ અશોકભાઈ પરમાર ઉ.વ.27 (મૂળ. રહે રતનપુરા, તા.કાલોલ)એ 20 સપ્ટેમ્બરના રોજ ભાડાના મકાનમાં કોઈ અગમ્યકારણોસર રસોડાના ભાગે છત ઉપર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.