હાલોલ તાલુકાના અભેટવા અને વિઠ્ઠલપુરા પ્રા.શાળાના શિક્ષકો નોકરી સાથે ખાનગી સરસ્વતી શાળા સંચાલન કરતાં ઉચ્ચકક્ષાએ રજુઆત

  • સરકારી પ્રા.શાળાના શિક્ષકો લાખોના પગાર લેવા છતાં બેવડી આવક કરવા સરકારી શાળાના બાળકોનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું.
    હાલોલ,
    હાલોલ તાલુકાના અભેટવા પ્રા.શાળાના શિક્ષક અને વિઠ્ઠલપુરા પ્રા.શાળાના સરકારી નોકરી કરતાં શિક્ષકો ખાનગી સરસ્વતી સ્કુલમાં ગેરકાયદેસર રીતે મેનેજમેન્ટ કરવા બાબતે બન્ને શિક્ષકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે શાળાના પૂર્વ સંચાલક દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ સચિવને લેખિત રજુઆત કરવામાંં આવી.
    હાલોલ તાલુકાના અભેટવા પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુણવંંત પટેલ તથા વિઠ્ઠલપુરા પ્રા.શાળામાં ફરજ બજાવતા વિરેન જોષી જે બન્ને સરકારી શાળામાં ફરજ બજાવતા હોય તેમ છતાં બન્ને શિક્ષકો પોતાની સરકારી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નથી અને હાલોલ ખાતે આવેલ ખાનગી સરસ્વતી સ્કુલમાં આ બન્ને શિક્ષકો મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. ગુણવંત પટેલ અને વિરેન જોષી પોતાની પત્ની કલ્પના ગુણવંતભાઈ પટેલ અને નિશા વિરેનભાઈ જોષી નામે 50 ટકામાં એગ્રીમેન્ટ કરી બન્ને શિક્ષકો સરકારના લાખો રૂપીયાનો પગાર લઈ પણ સરકારી શિક્ષક તરીકેની ફરજ બજાવતા નથી. બન્ને શિક્ષકો સવારે-8 વાગ્યા થી સાંજના -6 વાગ્યા સુધી સરસ્વતી વિદ્યામંદિર સ્કુલ મેનેજમેન્ટ કામગીરી બિન્દાસપણે કરી રહ્યા છે.
    સરસ્વતી સ્કુલમાંં બે મહિના અગાઉ વિદ્યાર્થી જાહેરમાં મારમારવાના કિસ્સામાં ગુણવંત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંંધાવા પામી હતી અને મીડીયાના માધ્યમોમાં જાહેર થયેલ હોય તેમ છતાં આ બન્ને સરકારી શાળાના શિક્ષકો સામે કાર્યવાહી થઈ નથી. ચર્ચા મુજબ ગુણવંત પટેલ અને વિરેન જોષી બન્ને વિરૂદ્ધ શિક્ષણાધિકારી બી.એમ.પટેલ હપ્તો પહોંચાડતા હોવાથી કોઈ કાર્યવાહી કરાઇ નથી. સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી સંભાળતા સરકારી શિક્ષકોને શિક્ષણ સચિવ વિનોદ રાવનો પણ ડર રહ્યો નથી. વધુમાં 29/10/22 લાભ પાંચમના દિવસે સરસ્વતી વિદ્યામંદિર ટ્રસ્ટીઓ સાથે મળીને બન્ને શિક્ષકોએ સુખ મેનેજમેનટના ધંધાનું મુર્હત કરેલ છે. ત્યારે આ બન્ને સરકારી શાળાના શિક્ષકો સામે ફરજ માટે બેદરકારી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડાં કરી ખાનગી શાળા માંથી સરકારી પગાર ઉપરાંતની આવક કરવાનો વ્યવહારને રોકવામાંં આવે તેવી માંગ સાથે પૂર્વ સંચાલક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ સચિવને લેખિતમાં ફરિયાદ કરવામાંં આવી છે.