હાલોલ તળાવ માંથી ડી કમ્પોસઝ થયેલ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે ઓળખ કરવાની તજવીજ હાથ ધરી

હાલોલ, હાલોલ શહેરમાં આવેલ તળાવ માંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ ઉંધો પડેલ જોવા મળતાં ચકચાર મચી જવા પામી. પોલીસે ધટના સ્થળે દોડી આવી ડી કમ્પોસઝ થયેલ મૃતદેહ કબ્જે લઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલમાં આવેલ તળાવમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીમાં ઉંધો પડેલ જોવા મળતાં લોકટોળાઓ મૃતદેહ જોવા માટે એકઠા થયા હતા. તળાવમાં મૃતદેહ પડયો હોવાની જાણ પોલીસને કરતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ કોનો છે. તે દિશામાં તપાસ હાથ ધરી હતી. અજાણ્યા પુરૂષનો મૃતદેહ બે દિવસ ઉપરાંતથી તળાવમાંં પડેલ હોવાની ડી કમ્પોસઝ થઈ ગયેલા હતા. મૃતદેહ માંંથી આવતી દુર્ગંધ આવતી હતી. પોલીસ આ અજાણ્યા પુરૂષનો મૃતદેહ કેવી રીતે આવ્યો. હત્યા કે પછી આત્મહત્યાને દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને કબ્જે લઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને અજાણ્યા મૃતદેહની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી છે.