હાલોલ સોનવાડી ફળીયાના રહેણાંક ધર માંથી 88 હજારના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી વીજીલન્સ પોલીસ

હાલોલ, હાલોલ સોનવાડી ફળીયામાં રહેતા આરોપી ઈસમોએ પોતાના કબ્જાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ પોલીસે રેઈડ કરી અલગ અલગ બ્રાન્ડની કુલ નંગ-855 કિંમત 88,500/-રૂપીયા તેમજ મોબાઈલ ફોન, ટુ વ્હીલર મળી 1,24,000/-ના મુદ્દામાલ સાથે બે વ્યકિતને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ સોનવાડી ફળીયામાં રહેતા કોકીલાબેન ચંદુભાઇ રાણા અને સંજયભાઇ ચંદુભાઇ રાણાના કબ્જાના ધરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખવામાં આવ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધર માંથી અલગ અલગ બ્રાન્ડની કાચની, પ્લાસ્ટીકની તેમજ બીયર મળી કુલ 855 કિંમત 88,500/-રૂપીયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન કોકીલાબેન રાણા, સંજયભાઇ રાણા પકડાઈ ગયા હત. તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને બર્ગમેન ટુ વ્હીલર મળી કુલ 1,24,000/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જ્યારે દારૂની હેરાફેરીમાં રીક્ષા અને ટુ વ્હીલરમાં લાવનાર હિતેશ ઉર્ફે જાડો, મોહસીનભાઈ શેખ, રાજુભાઈ રીક્ષાવાળા અને રાજુભાઇ અંબાલાલ વિરૂદ્ધ હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.