હાલોલ,
હાલોલ નોટરીની ઓફિસમાં હલોલ સીમની સર્વે નં.298 પૈકી તથા સર્વે નં.325, સર્વે નં.379, સર્વે નં.383ના હકક પત્રક આરોપીઓનો કોઈ હકક હિસ્સો ન હોવા છતાં પોતાનો હકક પ્રસ્થાપિત કરવા મહિલાએ નોટરી રૂબરૂ સોગંદનામું કરી ખોટો પુરાવાનો ઉપયોગ કરી હકકપત્રમાં નોંધ પડાવી ગુન્હો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ સીમ વિસ્તારમાં આવેલ સર્વે નં.298, સર્વે નં.325, સર્વે નં.379, સર્વે નં.383 વાળી જમીન શરીફાબેન સલીમભાઈ મુસાભાઈ ફુલસોરાની હોય આ જમીનમાં આરોપીઓ અશીબેન મહમદભાઈ રસુલભાઈ કાલોલીયા, મહેજબીન મહમદભાઈ રસુલભાઈ કાલોલીયા, વારીસ રસુલહાજીનો હકક હિસ્સો ન હોવા છતાં પોતાનો હકક પ્રસ્થાપિત કરવા માટે એકબીજાના મેળાપીપણામાં ષડયંત્ર રહ્યું હતું અને હાલોલમાં નોટરીની રૂબરૂમાં સોગંદનામું 10/8/2019ના રોજ કર્યું હતું તથા ખોટા સોગંદનામામાં સાક્ષી તરીકે વારીસ રસુલ હાઝીએ પોતે અસીબેન દિકરી મહેબીનબેન છે. તેવું જાણતા હોવા છતાં સોગંદનામામાં ખોટી સાક્ષી ભરી ખોટા ડોકયુમેન્ટો બનાવેલ અને જેનો ખરા તરીકે ઉ5યોગ કરી મુસાભાઈ રસુલભાઈ ફુલસોદીની જમીનમાં હકક હિસ્સો ન હોવા છતાં ખોટા પુરાવાના આધારે અશીબેન ઉપરોકત જમીનના હકક પત્ર નંબર 26702 હકક નોંધ પડાવી એકબીજાની મદદગારીથી ગુન્હો કરતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.