હાલોલ શિવાશીષ પાર્કની મહિલા સાથે છેતરપિંડી કરનાર પાલિકા પુર્વ પ્રમુખના આગોતરા જામની ફગાવી દેતા પોલીસે તપાસ હાથ ધરી

હાલોલ,

હાલોલની જુની કોર્ટ સામે આવેલી શિવાશિષ પાર્ક સોસાયટીમાં મહિલાને દુકાન વેચી રૂ.13 લાખ પડાવી લઈ છેતરપિંડી કરનાર હાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ સુભાષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સેશન કોર્ટે આગોતરા જામની ફગાવી દેતા પોલીસે ભાગેડું સુભાષ પરમારની શોધખોળ આદરી છે.

હાલોલ જુની કોર્ટ સામે રવિ ક્ધસ્ટ્રકશન ડેવલોપર્સની શિવાશિષ પાર્ક સોસાયટી આવેલી છે. હાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ સુભાષ પરમાર અને કમલેશ પટેલે સોસાયટીમાં આવેલી નં-3ની ભાડાની દુકાનમાં બ્યુટીપાર્લર ચલાવતી રાણીબેન ગુરદીપસિંગ જટને સુભાષ પરમાર અને કમલેશ પટેલે પોતાની માલિક દુકાન નહિ હોવા છતાં રાણીબેનને 13 લાખમાં સોદો કરી દસ્તાવેજ કરી આપીશુ તેવો વિશ્ર્વાસ અપાવી તેમની પાસેથી રૂ.11.70 લાખ લઈ દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિડી કરતા સુભાષ રમનલાલ પરમાર(રહે.ધનશ્યામ નગર, હાલોલ)અને કમલેશ પટેલ વિરુદ્ધ હાલોલ શહેર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સુભાષ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ સામે હાલોલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરાઈ હતી. જામીન અરજીની સુનાવણી થતાં પોલીસે કરેલા સોગંદનામાં આરોપી સુભાષ પરમાર અને કમલેશ પટેલ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. અને રીઢા ગુનેગાર હોવાનુ જણાવતા કોર્ટે સરકારી વકીલની દલીલોને ઘ્યાને રાખી સુભાષ પરમારના આગોતરા જામીન ના મંજુર કરી ફગાવી દીધા છે.