હાલોલ,
હાલોલ શીવ વાટીકા સોસાયટીના નાકા પાસે સ્કુટર ઉપર થેલામાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂ કિંમત 48,230/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ શીવ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એકસેટ સ્કુટર નંબર જીજે.17.સીસી.6893 ના ચાલક બીપીન વસંતભાઈ પ્રજાપતિ રહે. કંજરી રોડ, ઝેવરનગર થેલામાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-87 કિંમત 28,230/- રૂપીયા તેમજ સ્કુટર મળી 48,230/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.