આઝાદીના ‘અમૃત મહોત્સ’ અંતર્ગત શારદા વિદ્યા મંદિર હાલોલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ભારતની ”આઝાદીના ‘અમૃત મહોત્સ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની” લોક જાગૃતિ માટે આજે તા-13/08/2022 શનિવારના રોજ શારદા વિદ્યા મંદિર હાલોલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રાનો ઉદ્દેશ્ય એ જ હતો કે વિદ્યાર્થીઓમાં અને નગરજનોમાં રાષ્ટ્રપ્રેમને સતત ધબકતો રાખી અમૃત મહોત્સવનો સંદેશ જન-જન સુધી પહોંચાડી શકાય. આ યાત્રામાં શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા લઈને નગરના માર્ગોમાં ફરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. બાળકોએ વિવિધ વેશભૂષા જેવી કે ભારત માતા, સેનાના જવાનો,  ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ વગેરેની વેશભૂષા સાથે વાતવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.


હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર, હાલોલ નગરપાલિકા પ્રમુખ શીતલ પટેલ, મયુરદાદા, નીતિનભાઈ શાહ, સંજયભાઇ પટેલ, બંશીભાઈ, હરેશભાઇ તથા હાલોલના વિવિધ કોર્પોરેટર પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ઉત્સાહ વધાર્યો હતો.