હાલોલ, હાલોલ-સવાલી રોડ ઉપર ખાખરીયા નજીક સાંજે મોટરસાયકલ અને કાર સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મોટરસાયકલ ચાલકને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેને પગમાં ફ્રેકચર થયું હોવાથી અને માથાના ઇજાઓ પહોંચેલી હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
હાલોલ સાવલી રોડ ઉપર ખાખરીયા નજીક સાંજે મોયરસાયકલ વેગનઆર કાર સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાલોલ તાલુકાના બાકરોલ ગામે નવી વસાહતમાં રહેતો શ્રમજીવી બળવંત જુવારસિંગ ભિલાલા હાલોલથી સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સવાલીથી હાલોલ તરફ આવતી ઇકો કાર સાથે તેની મોટરસાયકલ ભટકાતા તે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ અને કાર બંનેને નુકસાન પહોંચ્યું હતું.
ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર આપી તેને જમણા પગમાં ફ્રેકચર હોવાથી અને માથામાં ઇજાઓ પહોંચેલી હોવાથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હળીમળી રહે, અમન અને સુહાસનું વાતાવરણ જળવાઈ રહે તેવી ઉમદા પ્રતિક્રિયા સાથે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.