હાલોલ, હાલોલ સતી તલાવડી મંગળવારી ફળીયામાં રહેતા 21 વર્ષીય યુવાને કોઈ અગમ્યકારણોસર ધરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરેલ હાલતમાં મળી આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ સમી તલાવડી મંગળવારી ફળીયામાં રહેતા રવિ બુધાભાઇ પરમાર ઉ.વ.21 એ તા.21 જાન્યુઆરીના રોજ પોતાના ધરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરેલ હાલતમાં મળી આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવા પામી છે.