હાલોલ, હાલોલ તાલુકાના સાથરોટા ગામે આવેલ રે.સ.નં. 410/1, 410/2, 411/1 વાળી જમીન ફરિયાદી વારસાઈમાં આવેલ હોય આ જમીન કોઈને ખેડવા આપી ન હોય છતાં આરોપીએ પોતાની મરજીની ખેડાણ કરી જમીનમાં કબ્જો કરી લેતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના સાથરોટા ગામે ફરિયાદી માયાબેન જીવણલાલ ઠકકરની દિકરી તથા દિલીપભાઈ છોટાલાલ ઠકકરની રે.સ.નં.410/1, 410/2, 411/1 વાળી જમીન 0,87,01 હે. આર.ચો.મી.વાળી જમીન દાદા સતુલાલ, હરગોદનદાસ ઠકકરની જમીન વારસાઈમાં આપેલ હતી. જે જમીનમાં 7/11 અને 8(અ) માં માલિક તરીકે માયાબેન ઠકકરનું નામ ચાલતું હોય અને આ જમીન કોઈને ખેડવા જણાવેલ ન હોવા છતાં આરોપી બીપીનભાઈ સોમાભાઈ સોલંકીએ મરજીથી ખેડાણ કરી ખેતી કરી જમીન ઉપર ગેરકાયદેસર જમીનમાં કબ્જો કરી જમીન પચાવી પાડી ગુન્હા કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.