હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલના પાવાગઢ રોડ પર આવેલ હેદરી ચોક ખાતે સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ મહિલા વિકાસ મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા સૌ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. સાથે સાથે કોરોનાના કપરાકાળમા સેવા આપનારા કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. સાથે દેશની ચોથી જાગીર ગણાતા મિડિયામા ફરજ બજાવનારા પત્રકારોને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે વડોદરા થી પધારેલા મુખ્ય મહેમાન અને વડોદરા લોકસભાના પૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડની ઉપસ્થીતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, ફારૂકભાઈ બાગવાલા, સમીરભાઈ બજારવાલા, કસ્બા પંચના પૂર્વ પ્રમુખ મોયુનુદ્દિંનભાઈ વાઘેલા, અજીતભાઈ બરબટ, સમીરભાઈ સોડાવાલા, ઇરફાનભાઈ શેખ, સજ્જાદ દાઢી તેમજ ટ્રસ્ટના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી હતી અને ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.