- ખાનગી શાળામાં મેનેજમેન્ટ સંભાળતા સરકારી શાળાના શિક્ષકો માટે તપાસનો ધમધમાટ શરૂ થયો.
ગોધરા,
હાલોલ તાલુકાના અભેટવા પ્રા.શાળા અને વિઠ્ઠલપુરા પ્રા.શાળાના સરકારી શિક્ષકો પોતાની સરકારી સ્કુલમાં ફરજ ઉ5ર ગેરહાજર રહીને હાલોલની ખાનગી સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હોય તેમની વિરૂદ્ધ કાર્યવાહી નહિ કરતાં બન્ને સરકારી શિક્ષકોની કરતુતનો અહેવાલ પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ કરતાં આજરોજ જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી અને ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમ હાલોલ ખાતે પહોંચી હતી અને સરકારી પ્રા.શાળામાં તેમજ ખાનગી શાળા માંથી નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે આ બન્ને શિક્ષકો સામે સાચે કાર્યવાહી કરાશે ખરી તેવી ચર્ચાઓ પણ જોર પકડયું છે.
હાલોલ તાલુકાના અભેટવા પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુણવંત પટેલ અને વિઠ્ઠલપુરા પ્રા.શાળામાં ફરજ બજાવતા વિરેન જોષી સરકારી પ્રા.શાળામાં ફરજ બજાવતા હોવા છતાં પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા હોય અને હાલોલ ખાતે આવેલ ખાનગી સરસ્વતી સ્કુલમાં બન્ને શિક્ષકો ગુણવંત પટેલ એ તેમની પત્ની કલ્પના ગુણવંત પટેલ અને નિશા વિરેનભાઈ જોષીના નામે પાંચ વર્ષ માટે 50 ટકાનું એગ્રીમેન્ટ કરીને સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી ગુણવંત પટેલ અને વિરેન જોષી કરતા હોય સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં શાળામાં હાજર નહિ રહીને હાલોલની ખાનગી સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હોય સરકારી પગાર ઉપરાંતની કમાણી કરવાની લાલચમાં બન્ને શિક્ષકો પોતાની સરકારી શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા હોય આ બાબતે બન્ને શિક્ષકો વિરૂદ્ધ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રજુઆત કરવા છતાં બન્ને શિક્ષકોને છાપરવામાં આવતા હોય સરકારી પ્રા.શાળાના શિક્ષકો ખાનગી શાળામાં મેનેજમેન્ટ કરતા હોવાની જાણકારી છતાં જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી નહિ કરવામાં આવતાં હાલોલ સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની કામગીરી કરતા સરકારી શાળાના શિક્ષકોના કરતુતોને ખુલ્લો પાડતો અહેવાલ પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવતાં જીલ્લા પ્રા.શિક્ષણ વિભાગ તેમજ ગાંધીનગર પ્રા.શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને આજરોજ ગાંધીનગરની ટીમ તેમજ પંચમહાલ જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી સાથે ગુણવંત પટેલ ફરજ બજાવતા હોય તે અભેટવા પ્રા.શાળા અને વિરેન જોષીની વિઠ્ઠલપુરા પ્રા.શાળામાં પહોંચીને શાળાના શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા સાથે ટીમ હાલોલ સરસ્વતી સ્કુલ ખાતે પહોંચીને શાળા સંચાલકો અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા સાથે સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા બન્ને શિક્ષકો દ્વારા કરાયેલ એગ્રીમેન્ટની કોપીની માંગણી કરતાં શાળા દ્વારા આવતી કાલે એગ્રીમેન્ટની કોપી શિક્ષણ વિભાગને પુરી પાડશે. ત્યારે હાલોલ સરસ્વતી સ્કુલના મેનેજમેન્ટની સંભાળતા ગુણવંત પટેલ તેમજ વિરેન જોષી સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી તપાસ કરીને આખા કિસ્સાને દબાવી દેવામાં આવશે તે આગામી સમયમાં સામે આવશે.