હાલોલ રીન્કી ચોકડી પાસે પીકઅપ ડાલાની ટકકરે બાઈક ચાલકનું મોત

હાલોલ,હાલોલ-ગોધરા રોડ ઉપર રીન્કી ચોકડી પાસે પીકઅપ ડાલાના ચાલકે બાઈકને ટકકર મારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમ્યાન એસ.એસ.જી.હોસ્પિટલમાં મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર રીન્કી ચોકડી પાસેથી પસાર થતાં પીકઅપ ડાલા નં.જીજે.17.યુયુ.8863ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નં.જીજે.20.ડી.9835ને ટકકર મારી ચાલક ક્રિષ્ણાભાઈ માનસીંગભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.