
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના રામેશરા આઉટ પોસ્ટના PSI મેહુલ ભરવાડને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
PSI મેહુલ ભરવાડ આ કેસમાં ભીનું સંકેલવા માટે તેમણે અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી. આ માંગણીથી પરેશાન થયેલા અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાંચની માંગણી અન્ય કોઈ કેસમાં પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરી, આ ગુનામાં મારઝૂડ નહી કરવાના અને હેરાન નહી કરવા માટે રૂપિયા -૨,૫૦,000/-(અઢી લાખ રૂપિયા) ની લાંચની માંગણી કરેલ, ત્યારબાદ ફરીયાદીએ ૧,૦૦,૦૦૦/-(એક લાખ રૂપિયા) ની સગવડ થઇ તેમ જણાવતા અંતે આ કામના આરોપીએ જેટલા રૂપિયાની સગવડ થઇ હોય એટલા લઇ આવવા જણાવતા, ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી, લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી રૂપિયા-૧,૦૦,૦૦૦/-(એક લાખ રૂપિયા) સ્વીકારી પકડાઇ ગયા છે.