હાલોલ ખાનગી સરસ્વતી સ્કુલમાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા સરકારી શાળાના શિક્ષકો સામે માત્ર તપાસનુંં નાટક કરી આખા પ્રકરણને દબાવાના પ્રયાસો

હાલોલ,

સરકારી પ્રાથમિક શાળા અભેટવાનાં પ્રાથમિક શિક્ષક ગુણવંત પટેલ તથા વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વીરેન જોશીએ છેલ્લા છ મહિનાથી પોતાની સરકારી શાળાની નોકરી લાખો રૂપિયાનો પગાર લઇ કરતા ન હોય અને હાલોલની ખાનગી શાળા સરસ્વતી વિદ્યામંદિરનાં મેનેજમેન્ટની કામગીરી પોતાની પત્નીઓના નામે 50 ટકાના કરાર કરીને કરી રહેલ છે. જેની પંચમહાલ સમાચારએ સીલસીલાબંધ વિગતો પ્રકાશિત કરતાં રાજ્ય શિક્ષણ વિભાગની સુચનાથી જીલ્લા શિક્ષણાધિકારી હરકતમાં આવતા તાત્કાલિક તપાસ કરવાની કાર્યવાહી કરેલ તથા પ્રાથમિક શિક્ષકોના અને ટ્રસ્ટીઓનાં જવાબો લેવામાં આવેલ, પરંતુ અમોને આધારભૂત રીતે જાણવા મળેલ છે કે આ પ્રાથમિક શિક્ષકો (1) ગુણવંત પટેલ (2) વીરેન જોશી લુણાવાડાના શિક્ષણ સંઘનાં તથા રાજકીય વગ ધરાવતા હોઈ તેના જોરે હાલમાં પણ આ સરસ્વતી વિદ્યામંદિર ખાનગી શાળામાં મેનેજમેન્ટની કામગીરી વિનોદરાવ જેવા કડક શિક્ષણ સચિવનો ડર રાખ્યા વિના બિન્દાસ્ત પણે હાલમાં પણ આ શાળામાં પોતાના એજન્ટ શિક્ષક કે જે બી.એડ.ની લાયકાત પણ ધરાવતા નથી. તેને ગુજરાતી માધ્યમનો પ્રિન્સીપાલ બનાવેલ છે. તેના દ્વારા હાલમાં પણ ખાનગી સ્કુલના રેકર્ડ, જી.આર., પગાર, રોજે રોજના પીરીયડ ટાઇમ ટેબલ તથા એકે એક બાબતોનું રેકર્ડ સ્કુલની બહાર વીરેન જોશીના ઘરે લઇ જઈને ઘરેથી તેમના એજન્ટ શિક્ષક જીગ્નેશ પટેલ દ્વારા સ્કુલ મેનેજમેન્ટની ગેરકાયદેસર કામગીરી હાલમાં પણ વીના રોક ટોક ટ્રસ્ટીઓના મેળાપીપણાંથી ખાનગી સ્કુલ મેનેજમેન્ટની કામગીરી (1) ગુણવંત પટેલ, પ્રાથમિક શિક્ષક-અભેટવા (2) વીરેન જોશી, પ્રાથમિક શિક્ષક-વિઠ્ઠલપુરા કરી રહેલ છે. જે ખુબજ ચોકાવનારી તથા તાલુકા જીલ્લામાં શિક્ષણનું સ્તર કેટલું ખાડે ગયેલ છે. તેનો જીવતો જાગતો પુરાવો છે તથા એવું લાગી રહ્યું છે કે ટ્રસ્ટીઓએ પણ આ શિક્ષકોને બચાવવાના નિવેદન આપેલ છે અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પણ તપાસનું નાટક કરીને આ દોષિત પ્રાથમિક શિક્ષકોને બચાવીને આ આખા પ્રકરણનું ભીનું સંકેલવાની કાર્યવાહી કરવાનું ચિત્ર ઉપસ્યું છે. જે ખુબજ ગંભીર બાબત છે.