હાલોલ પાલિકા વોર્ડ 4માં નવી કોર્ટ પાછળ આવેલ સંખ્યાબંધ સર્વે નંબરોમાં પાલિકાની 387 વીઘા જમીન પર વર્ષોથી ગેરકા યદેસર બાંધકામ થયું હતું. જેમાં એકલટોળા પ્રાથમિક શાળાને પાલિકા તંત્રે જ જમીન ફાળવ્યાના 19 વર્ષ બાદ દબાણો દૂર કરવા પાલિકા દ્વારા શાળાને નોટિસ પાઠવી દિન સાતમાં પોતાની સ્વેચ્છાએ દબાણો દૂર કરી દેવા નોટિસ આપતાં પંથકમાં ચકચાર સાથે રાજકીય ક્ષેત્રે હડકમ્પ મચી ગયો છે. જેમાં એકલટોળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 146 બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.
સર્વે નંબર 526ની હાલોલ નગરપાલિકાની જમીન પર પાલિકાના તત્કાલીન પ્રમુખની સહીથી પાલિકાના લેટરહેડ પર જાવક નંબર 339/5 તા 13/5 2005 ના રોજ સામાન્ય સભાની મંજૂરીથી વર્ગ બાંધવા તેમજ જમીન ફાળવાઇ હતી. શાળાનું સંચાલન હાલોલ તાલુકા પંચાયત દ્વારા કરાય છે અને શાળામાં આચાર્ય સહિત છ શિક્ષકોનો સ્ટાફ ફરજ બજાવે છે. જ્યારે અચરજ પમાડે તેમ શાળાની નગરપ લિકા કે તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં કોઇ જ નોંધ ન હોવાનું તાલુકાના અને પાલિકાના અધિક રીઓએ જણાવ્યું છે. બીજી તરફ નોટિસ મળ્યા બાદ દબાણકારો પાલિકામાં જવાબ રજૂ કરી જણાવ્યું છે કે નોટિસમાં વિગતો સાચી નથી અને અમને કબૂલ મંજૂર નથી. અમે બાપ દાદાની પેઢીઓથી અહીં સો વર્ષ ઉપરાંતથી વસવાટ કરીએ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ભરમાં ગેરકા યદેસર ઉભા થયેલા દબાણો દૂર કરવાની તંત્રને સૂચનાને પગલે તંત્ર કોઇની પણ શેહશરમ વગર દબાણો દૂર કરે છે. ત્યારે હાલોલ પાલિકાની જમીન પર વર્ષો જૂના સંખ્યાબંધ દબાણો દૂર કરવાની કાર્યવાહી પાલિકા માટે પડકારરૂપ બની રહેશે તેવું જોવાઇ રહ્યું છે.
હિરલ ઠાકર, ચીફ ઓફિસર, હાલોલ પાલિકા
કોઇપણ પુરાવા હોય તો દિન સાતમાં રજૂ કરવા સાથે તાકીદ કરાઇ છે હાલોલ પાલિકાના સંખ્યાબંધ સર્વે નંબરોની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કબજો કરી મકાનો સહિતના દબાણો થયેલા હોવાથી પાલિકા દ્વારા તમામ દબાણકારોને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા સાત દિવસની નોટિસો આપવામાં આવી છે. અગાઉના પાલિકા પ્રમુખ અને સતાધીશોએ સત્તાનો દૂર ઉપયોગ કરી નીતિનિયમો નેવે મૂકી પાલિકાના લેટરહેડ પર જમીનોની લ્હાણી કરી હતી. દબાણકારો પાસે જમીન માલિકી વાપર ઉપભોગ અંગેના કોઈપણ પુરાવા હોય તો દિન સાતમાં રજૂ કરવા સાથે તાકીદ કરાઈ છે. કોઇપણ પ્રકારની બનાવટી સનદો આકારણીઓ રજૂ કરતા પહેલાં ફોજદારી ગુનાહિત જોગવાઈઓને ધ્યાને લેશો.