હાલોલ પોલીસ મથકના અપહરણ પોકસોના આરોપીને મોરબી લાલપર ખાતેથી ઝડપ્યો

હાલોલ, હાલોલ પોલીસ મથકના અપહરણ પોસ્કોના નાસતા ફરતા આરોપી અંગે પોલીસે બાતમીના આધારે મોરબી લાલપુર ખાતેથી ભોગ બનનારને સાથે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ પોલીસ મથના અપહરણ પોસ્કોના ગુન્હાનો આરોપી રાજેશભાઈ ભરતભાઈ ઉર્ફે ભારતભાઈ ખાંટ (રહે. મોટા લાલપુર, અરવલ્લી)નો નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે પંચમહાલ પેરોલ સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી રાજેશભાઈ ભરતભાઇ ખાંંટ હાલ. મોરબી લાલપુર ખાતે હોય તેવી બાતમીના આધારે પેરોલ સ્કવોર્ડએ આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડી હાલોલ પોલીસ મથકે સોંપવામાં આવ્યા.