હાલોલમાં પાવાગઢ રોડની જમીનમાં પાલિકાની કેવિએટ દાખલ

હાલોલના પાવાગઢ રોડ પર આવેલ આદિવાસી પરિવારોની 73AAની નવી અને અવિભાજય શરતની સર્વે નં 534 પૈકી 1 અને 2 જમીનો પર હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલ પટેલ સહિત 31 લોકોએ ગેરકાયદે કબજો કર્યો હતો. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર જમીનો પર કંચનકૃપા સોસાયટી, કોમ્પ્લેક્સનું કોમર્શિયલ બાધકામ કરી પાલિકા સાથે મિલીભગત કરી પાલિકાની આકરણી કરાવી હતી. જે હાલોલ પ્રાંત, મામલતદાર, પાલિકા ચીફ ઓફિસરને ધ્યાને આવતા સ્થળ પંચનામાં સહિત કાર્યવાહી કરી કુલ 229 મિલકતોની આકારણીઓ પાલિકાએ રદ કરી જમીન શ્રીસરકાર કરવા કલેકટરને રીપોર્ટ કર્યો હતો. કલેકટર દ્વારા બન્ને સર્વે નંબરની જમીન શ્રીસરકાર કરી ગેરકાયદે બાંધકામો દબાણકર્તાઓએ દીન 15માં સ્વખર્ચે દૂર કરવા હુકમ કરાયો હતો. દબાણકર્તાઓ દબાણ દૂર ન કરેતો પાલિકાએ 20 દિવસમાં દબાણો દૂર કરી તમામ ખર્ચ દબાણકર્તા પાસેથી વસુલવા સહિતનો હૂકમ કરાયો હતો. કલેકટર દ્વારા કરાયેલ હુકમ બાદ બાંધકામકર્તાઓ મુદ્દત સમયમાં કોઈજ બાંધકામો દૂર કર્યા ન હતા.

પાલિકા તંત્રે પણ દબાણો દૂર ન કરતા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પાલિકા તંત્ર મોડેથી જાગી હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરાવતા કોર્ટે કેવિયેટ એક્ષેપ કરી લેતા હવે કોર્ટની સામેના ગેરકાયદે બાંધકામો દૂર કરવા પાલિકા તંત્ર માટે માર્ગ મોકળો બની ગયો છે. ત્યારે આ અંગે પાલિકા તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

કેવિએટ શું છે સિવિલ પ્રોસિજર કોડ 1908ની કલમ 148a મુજબ કોઈ વ્યક્તિએ અગમચેતીના ભાગરૂપે નામદાર કોર્ટમાં કેવિયેટ કરેલી હોય અને તેની મુદત 90 દિવસની હોય છે. 90 દિવસ બાદ તેને ફરીથી નવી કેવિયેટ કોર્ટમાં દાખલ કરવી પડતી હોય છે.જ્યાં કોર્ટમાં દાવા અથવા કાર્યવાહીની સ્થાપના કરવામાં આવી હોય અથવા દાખલ થવાની તૈયારીમાં અરજી કરવામાં આવે તેવી અપેક્ષા હોય અથવા કરવામાં આવી હોય, ત્યારે આવી અરજીની સુનાવણી વખતે કોર્ટ સમક્ષ હાજર થવાના અધિકારનો દાવો કરતી કોઈપણ વ્યક્તિ તેના સંદર્ભમાં ચેતવણી આપી શકે છે.

Don`t copy text!