- પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી હોસ્પિટલમાં લાવતા તપાસમાં નીલકંઠ સોસાયટીના માનસીક અસ્વસ્થનો હોવાનું સામે આવ્યું.
હાલોલ, હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ ટીમ્બી ચોકડી પાસે માર્ગ અકસ્માતની ધટનામાં એક વ્યકિતનું મોત નિપજાવા પામ્યું હતું. નેશનલ હાઈવે ઉપર 5 કલાક સુધી મૃતદેહ વચ્ચોવચ પડી રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા માનવતા ભાળે મૃતદેહ સફેદ કપડુંં ઓઢાયું હતું. ધટના પાંચ કલાક બાદ ધટના સ્થળે પહોંચેલ હાલોલ રૂરલ પોલીસે મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઓળખ કરવાની કાર્યવાહી કરતા હાલોલ નીલકંઠ સોસાયટી રહેતા પરિવારના માનસીક અસ્વસ્થ વ્યકિતનો હોવાનુંં ખુલવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ ટીમ્બી ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યકિતનો મૃતદેહ નેશનલ હાઈવે રોડની વચ્ચે પાંક કલાક સુધી ખુલ્લો પડયો હતો. સ્થાનિક લોકો દ્વારા માનવતા ધર્મ દાખવીને મૃતદેહ ઉપર સફેદ કપડુંં ઓઢાડવામાં આવ્યું હતું. હાઈવે રોડ ઉપર આધેડ વ્યકિતનો અકસ્માત થતાં મૃતદેહ પડયો હોવાની જાણ હાલોલ રૂરલ પોલીસને કરતાં માંડ પાંચ કલાક બાદ અકસ્માત સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવીને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વાલી વારસોની તપાસ હાથ ધરી હતી. જેમાં હાલોલ કંજરી રોડ ઉપર નીલકંઠ સોસાયટીમાં રહેતા પરિવારના ગોપાલભાઈ શાહનો હોવાનુંં સામે આવ્યું હતું. મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા જણાવાયું કે, ગોપાલભાઈ શાહ લગ્ન થયેલ હોય પુત્રી અને પત્ની સાથે રહેતા ન હોય મામલો કોર્ટમાં હોવાથી માનસીક તાણ અનુભવતા ગોપાલભાઈ શાહની માનસીક સ્થિતી બગડી હતી. તેઓ મોટાભાઈ અને નાનાભાઈ દેખભાળ રાખતા હતા. રાત્રીના સમયે જમ્યા બાદ ગોપાલભાઈ કયાંંક નિકળી ગયા હતા. પરિવારજનો અગાઉ અનેક વખત ધરેથી નિકળી જતાં શોધી લવાતા હતા. પરંતુ અજાણ્યા મૃતદેહ મળ્યાથી જાણ થતાં હોસ્પિટલમાં પહોંચતા ગોપાલભાઈ શાહનો મૃતદેહ હોવાથી ખાત્રી સાથે મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.