હાલોલ પાવાગઢ બાયપાસ અને ગુરૂકૃપા સોસાયટી પાસે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા બે ઈસમોને એલ.સી.બી.પોલીસે ઝડપ્યા

હાલોલ,હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આરોપી મોબાઈલ આઈડી દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ જોઈ બોલના સેશન્સ જોઈ ક્રિકેટ સટ્ટા હારજીતનો જુગાર રમતાડતા હોય તે સ્થળે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી 11,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ લીમડી ફળીયામાં રહેતા સલીમ મુસાભાઈ લાકડાવાલા પાવાગઢ બાયપાસ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આઈપીએલ ક્રિકેટ મુંબઈ ઈન્ડીયન અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચ મોબાઈલમાં લાઈવ જોઈને ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી મોબાઈલ ફોન નંગ-3 કિંમત 11,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.

જ્યારે હાલોલ ગુરૂકૃપા સોસાયટીના નાકા ઉપર અનિલ વિજયભાઈ નાયક (રહે. પ્રેમ એસ્ટેટ) મોબાઈલ ફોન ગુગલ એપ ઉપર ક્રિકેટ મેચનો હારજીતનો જુગાર રમાડતા સ્થળે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 11,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.