
ગોધરા,
પંચમહાલના હાલોલ-પાવાગઢ રોડ ઉપર ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયંું છે. લાખો લીટર પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાંં પાણી પુરવઠા વિભાગની બેદરકારી દાખવી રહ્યું છે.
પંચમહાલ જીલ્લાના અનેક ગામોમાં ઉનાળાની સીઝનને લઈ પીવાના પાણીના સ્ત્રોત મુકાઈ જતાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. તેવા લોકોના પાણી સમસ્યા તંંત્ર હલ કરી શકતું નથી. જ્યારે બીજી તરફ હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ ખુદપીર દરગાહ પાસેથી પસાર થતી નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસ થી ભંંગાણ સર્જાયું છે. જેને લઈ લાખો લીટર પાણીનો દુરર્વ્ય થઈ રહ્યો છે. પાઈપ લાઈન માંથી પાણી રોડ ઉપર ઠલવાઈ રહ્યું છે. છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિંદ્રા ખુલી નથી. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદાની પાઈપ લાઈનમાં પોલ ભંંગાણની મરામત કરીને પાણીના દુરવ્યર્યને બચાવે તે જરૂરી છે. અવાર-નવાર નર્મદાની પાઈપ લાઈનમાં આવા ભંગાણ થતાં જોવા મળે છે. ત્યારે તેનો કાયમી ઉકેલ લાવવામાંં આવે તેવી માંંગ કરાઈ રહી છે.