પાણી પુરવઠા યોજનામાં કૌભાંડ : હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર દ્વારા સ્થળ પર કામગીરી ન હોવા છતાં 12.76 લાખના બિલનું ચુકવણું કરતા સસ્પેન્ડ કર્યા.

પાણી પુરવઠા યોજનામાં કૌભાંડ કરનારા અધિકારીઓને કરાયા સસ્પેન્ડ નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંક્ષી ભટ્ટ ને કરાયા સસ્પેન્ડ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક ની જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગની કચેરી હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને કરાયા સસ્પેન્ડ.

હાલોલ તાલુકાના અદેપુર ફળિયા કનેક્ટિવિટી પાણી પુરવઠા યોજના હેઠળની કામગીરી સ્થળ પર કર્યા વગર જ કામગીરી કરી દીધી હોવાના બીલો બનાવી રૂપિયા 12.76 લાખનું ચુકવણું કરી દીધું હોવાનું તપાસમાં આવ્યું સામે અદેપુર પાણી પુરવઠા યોજનાની કામગીરી માટે ઇજારદાર મેસર્સ એ.વાય.ફોદાને ટેન્ડર દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી પ્રીવેન્ટીવ વિજિલન્સ સેલ વડોદરા ની ટીમ દ્વારા ગત ઓક્ટોબર માસમાં કરવામાં આવેલ સ્થળ તપાસમાં સમગ્ર કૌભાંડ આવ્યું.

હાલોલ પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર કૌશિક.જી.વર્મા અને મદદનિશ ઇજનેર દેવાક્ષી.બી.ભટ્ટને અદેપુર ફળીયા કનેક્ટિવિટી પાણી પુરવઠા યોજના તથા PM 3A ટેપિંગ જૂથ યોજના ની કામગીરીઓ કરનાર ગોધરાના ઇજારદાર એમ.વાય.ફોદા સાથે મેળાપીપણું કરી ઇજારદાર દ્વારા જે પાઇપલાઇનની કામગીરી જ કરવામાં આવી ન હતી. તેના નાણાંનું ચુકવણું કરી દેવામાં આવ્યું હોવાનું પ્રિવેન્ટીવ વિજિલન્સ સેલ વડોદરાની તપાસમાં બહાર આવ્યું હતું.

હાલોલ પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરીમાં ફરજ બજાવતા આ બંને અધિકારીઓએ ઇજારદારે જે પાઇપલાઇનની કામગીરી જ નથી કરી તેમ છતાં પણ ઇજારદાર સાથે મેળાપીપણા કરીને 12.76 લાખ રૂપિયાના બીલો મંજૂર કરીને આચરવામાં આવેલા ગેરિતિઓના ભ્રષ્ટાચાર બદલ આ બંને અધિકારીઓ નાયબ કાર્યપાલ ઇજનેર કૌશિક .જી. વર્મા અને મદદનિશ ઇજનેર દેવાંક્ષી .બી .ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવતા પાણી પુરવઠા વિભાગના વહીવટી તંત્રમાં જબરજસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે.

હાલોલ પાણી પુરવઠા વિભાગના આ બંને અધિકારીઓ દ્વારા આદિપુર કનેક્ટિવિટીની પાઇપલાઇનની કામગીરી ગોધરા વાસ્મો કચેરી દ્વારા કરવામાં આવી હતી. આ પાઇપલાઇનની કામગીરી ગોધરાના ઈરજાદાર એમ.વાય. ફોદા દ્વારા કરવામાં આવી હોવાના બનાવટી પાઇપ ખરીદીના બિલોના આધારે 12.76 લાખ રૂપિયાના ચૂકવણાઓ કરવામાં આવ્યા હોવાનું વડોદરા સ્થિત પ્રિવેન્ટીવ વિજિલન્સ ટીમની તારીખ 13-10-2023ના રોજની તપાસોમાં આ ગેરરીતિઓ બહાર આવવા પામી હતી. એમાં ઈજારદાર દ્વારા રજૂ કરવામાં આવેલા 8154 મીટર પાઇપો ખરીદ કરી હોવાના બનાવટી દસ્તાવેજોમાં પણ પાઇપો ખરીદ કર્યા અને સ્થળ ઉપર પહોંચ્યા પૂર્વે એમ બી રેકોર્ડ કરવાના મદદનિશ ઇજનેર દેવાંક્ષી બી. ભટ્ટના વહીવટ અને આ આધારે ઈજારદારના બીલો પાસ કરીને નાણાંકીય ચૂકવણાઓ કરવાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક જી.વર્માના ગેરરીતીઓ ના ભ્રષ્ટાચારી વહીવટને લઈને આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

તપાસ દરમિયાન ઇજારદારને સપ્લાય કરવામાં આવેલા સપ્લાયરના બિલોને સપ્લાયર વાલાણી પોલીમર્સના બિલો સાથે ક્રોસ વેરિફિકેશન કરતા 90 mmની 1800 મીટર 110 mmની 3804 મીટર 140 mmની 2550 મીટર મળી કુલ 8,154 મીટરની પાઇપો સપ્લાયર દ્વારા સપ્લાય કરવામાં જ આવી ન હોવાનું બહાર આવ્યું હતું. બંને અધિકારીઓએ ઇજારદાર સાથે મળી ગેરરીતિ આચરી 12 લાખ 76 હજાર 562 રૂપિયાનું બોર્ડને નુકસાન કર્યું હોવાનું જણાઈ આવતા તરોને ફરજ મોકૂફ કરવાના હુકમ થયા છે.