હાલોલ, હાલોલ પાનેલાવ પોલીકેબ કંપનીના યુનિટ-2માં કામ કરતાં 30 વર્ષીય કામદાર ઉપ ગળાના ભાગે ડ્રમ પડતા મરણ ગયેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ પાનેલાવ પોલીકેબ કંપનીના યુનિટ-2માં કામ કરતાં કામદાર નરેશભાઇ રમેશભાઇ પરમાર (રહે. ગરીયાલ,તા.હાલોલ) તા.18 જાન્યુઆરીના રોજ કંપનીમાં કામ કરતાં હતા. દરમિયાન કં5નીમાં નરેશભાઇ ઉપર ગળાના ભાગે ડ્રમ પડતા મરણ ગયેલ આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.