
હાલોલ,હાલોલ પાનેલાવ ચોકડી પાસે મીરા ફ્રુટવેર નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફલીંગ કરતા હોય તેવી બાતમીના આધારે જીલ્લા પુરવઠા અધિકારી હાલોલ મામલતદારની ટીમ સાથે આકસ્મિક ચેકીંગ કરી દુકાન અને ગાડીમાંથી ભરેલા ગેસના બોટલ નંગ-14, ખાલી ગેસ સીલીન્ડર-22 વાહન મળી કુલ 1,67,900/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને બાતમી મળી હતી કે, હાલોલ પાનેલાવ ચોકડી પાસે આવેલ મીરા ફુટવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરવામાં આવે છે. તેવી બાતમીના આધારે જીલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ તેમજ હાલોલ મામલતદારની ટીમ દ્વારા સંયુકત રીતે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન મીરા ફુટવેર તોફીક સલીમ મન્સુરીની દુકાન માંથી તેમજ ગાડી માંથી ભરેલા ગેસના બોટલ નંગ-14 તથા ખાલી ગેસના બોટલ નંગ-22 મળી 36 ગેસના બોટલ, 49 રેગ્યુલેટર તથા 16 વાલ્વ તેમજ વાહન નંબર જીજે.23એકસ.4303 સહિત કુલ 1,67,900/-રૂપીયાના મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. વેપારી તોફીક સલીમ મન્સુરી સામે એલબીસીની 2002ની કંડિકા 6 અને 7 ભંગ કરેલ હોય તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી.