હાલોલ પાલિકા હોલમાં જીલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન યોજના સંચાલકો સાથે મીટીંગ કરી સુચનો કર્યા

હાલોલ,હાલોલ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને બપોરે આપવામાં આવતું ભોજન અને સાંજે આપવામાં આવતો નાસ્તો નિયમિત અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પૌષ્ટિક આહારના મેનુ મુજબનો બાળકોને મળી રહે તે માટે આજે હાલોલ નગરપાલિકાના હોલમાં જીલ્લા પુરવઠા અધિકારી એ તમામ શાળાના આચાર્યો તથા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરી તમામ શાળાઓ માં બાળકોને સાંજ નો નાસ્તો ફરજીયાત મળે તે માટે ભાર પૂર્વક જણાવ્યું હતું. જો કોઈ કચાસ રહેશે તો જવાબદારો સામે સખત પગલાં ભરવામાં આવશે. તેવું જણાવતા પ્રાથમિક શાળાના આચાર્યો તથા સંચાલકોમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તાની અનિયમિતતા ને લઈ ફફડાટ વ્યાપ્યો છે. પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ હાલોલ મામલતદાર જોશી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સાથે રાખી તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યો અને મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક આહાર આપતા સંચાલકોની એક બેઠક યોજી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપવામાં આવતું ભોજન સરકારે નક્કી કરેલા આહાર મુજબ નિયમિત મળે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનો કર્યા હતા. અને સાંજે ચાર વાગ્યે બાળકોને ફરજીયાત આપવાનો નાસ્તો આપવામાં કોઈ કચાસ કે ફરિયાદ મળશે તો જવાબદાર સામે સખત પગલાં લેવાશે. તેવો સ્પષ્ટ નિર્દેશ કરતા બાળકોની તંદુરસ્તી માટેની મધ્યાહન ભોજન વ્યવસ્થા અને સાંજના નાસ્તામાં લાલીયાવાડી ચલાવતા આચાર્યો અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.